સોનાના ભાવમાં આજે શુક્રવાર 30 ઓગસ્ટના રોજ થોડો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 73 હજાર 300 રૂપિયાની આસપાસ છે.
દેશના લગભગ તમામ શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 67 હજાર 200 રૂપિયાની આસપાસ છે. જ્યારે ચાંદી 88 હજાર 400 રૂપિયા પ્રતિ કિલો છે. ચાલો જાણીએ દેશના મોટા શહેરોમાં સોનાની છૂટક કિંમત શું છે?
દિલ્હી ગોલ્ડ રેટઃ આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73 હજાર 390 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 67,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ ગોલ્ડ રેટ: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,240 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 67,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતા ગોલ્ડ રેટ: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 67,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ ગોલ્ડ રેટ: અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 67,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમે મિસ્ડ કોલ કરશો કે તરત જ તમને એક SMS દ્વારા ગોલ્ડ રેટની માહિતી મળશે.