પોતાના પતિની આંખોમાં ઊંડે સુધી નજર કરી. ત્યાં તેને પોતાના માટે પહેલાં જેવો પ્રેમ નજરે ચઢયો, ત્યારે તેનો ઉદાસ ચહેરો અચાનક ગુલાબના ફૂલ સમાન ખીલી ઊઠયો.
‘વિધીએ મારા ભાગમાં શું લખ્યું છે એ મને ખબર નથી’ એમ વિચારીને હવે આભાનું મન પણ સભાન થઈ ગયું અને યાદોની ભૂતકાળની ગલીઓમાં ભટકવા લાગ્યું…...