Patel Times

આ મંદિરમાં ખોડીયાર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે, જાણો ક્યા આવેલું છે આ ચમત્કારિક મંદિર

અમદાવાદથી નજીક બોપલ-ઘુમા ગામે આવેલું આ ચમત્કારિક ખોડિયાર માતાજી મંદિર વિશે વાત કરી રહ્યા છીએ. ત્યારે આ મંદિર પૌરાણિક ઇતિહાસ ધરાવે છે આ મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પોતાની માનતા શ્રદ્ધા સાથે આવે છે ત્યારે અહીં માથું ટેકવતા માતાજી ભક્તોના દુખ દૂર કરે છે.

ભક્તો પાસેથી મળતી માહિત્તી પ્રમાણે આ આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજવલિત છે ત્યારે આ મંદિર અંદાજે 300 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. ત્યારે કોઈપણ ભક્ત જે આ મંદિરમાં આવે છે અને માત્ર દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે. ત્યારે આ ગામમાં નવરાત્રિ નવલા નોરતા ધામધૂમથી માતાજીના સાનિધ્યમાં ઉજવાય છે ત્યારે મા ખોડિયાર જયંતિના દિવસે પણ આખું ગામ ખૂબ ધામધૂમથી ઉજવે છે.

ગામના લોકોની એવી આશ્થા છે કે માતાજીના ચરણોમાં અહીં આવતા તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.ત્યારે મંદિર સાથે એક રહસ્ય જોડાયેલું છે.ત્યારે અહીં ઘણા વર્ષો પહેલા આ ગામના કેટલાક વડીલો તેમના પાક વેચીને સાંજે ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે એક નાની છોકરી તેને રસ્તામાં મળી અને તેને કહ્યું કે માટીના વાસણ ઉભા રાખો મારે મારા ગામ જવું છે.

ત્યારે વડીલોએ તેમને એક ઘડામાં બેસાડ્યા અને વડીલો તેમના ગામ તરફ આગળ વધ્યા ત્યારે ઘુમા ગામના પાદરમાં આવીને આ દીકરી કહ્યું કે હું ખોડિયાર છું. તેથી બધા વડીલો તેના ચરણોમાં વંદન કર્યા અને માતાજીએ કહ્યું, “મને અહીં મંદિર બનાવવા દો જેથી ગામમાં કોઈને દુ ખ ન પહોંચે.” તેથી ગામલોકોએ ત્યાં મંદિર બનાવ્યું.

Read More

Related posts

શુક્રવારે આ રાશિઓને અચાનક ધનનો યોગ બનશે.જાણો આજનું રાશિફળ

arti Patel

આ રાશિના લોકો માટે રવિવારનો દિવસ સારો રહેશે, જાણી તમારું રાશિફળ

arti Patel

મેષ, મિથુન અને સિંહ રાશિના લોકો માટે ખુલશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ.

mital Patel