Patel Times

મોંઘવારીનો વિકાસ થતા જનતા પરેશાન, પેટ્રોલ,ગેસ બાદ હવે શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો

દેશમાં સતત પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે ભાદરવા મહિનામાં ભારે વરસાદને કારણે રાજ્યમાં પાક ધોવાઇ ગયો ત્યારથી શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે.

ચોમાસા બાદમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હાલ રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ત્યારે વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યાર ઘણી શાકભાજીના ભાવ 100 રૂપિયાથી વધીને 250 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. રાજકોટમાં પણ શાકભાજીના વધતા ભાવથી લોકો ચિંતિત છે.

  • રાજકોટમાં શાકના ભાવ
  • ગુવાર – રૂ. 160 પ્રતિ કિલો
  • ચોળી – રૂ. 120 પ્રતિ કિલો
  • મરચા – રૂ.80 પ્રતિ કિલો
  • ગાજર – રૂ. 80 પ્રતિ કિલો
  • કોબી – રૂ. 40 પ્રતિ કિલો
  • વટાણા – રૂ. 260 પ્રતિ કિલો
  • ફ્લેવર – રૂ.100 પ્રતિ કિલો
  • દૂધી – રૂ. 40 પ્રતિ કિલો
  • ભીંડો – રૂ.80 પ્રતિ કિલો
  • લિંમ્બુ – રૂ.80 પ્રતિ કિલો
  • ટીંડોરા – રૂ. 80 થી 100 પ્રતિ કિલો
  • કોથમિર – રૂ.200 થી 250 પ્રતિ કિલો
  • મેથી – રૂ.250 થી 300 પ્રતિ કિલો
  • ડુંગળી – રૂ.60 થી 80 પ્રતિ કિલો

Read More

Related posts

આ રાશિના લોકો પર કુળદેવીના વિશેષ આશીર્વાદ રહેશે..જાણો તમારું રાશિફળ

arti Patel

આ 10ની નોટે રાતોરાત ઘણા લોકોને બનાવી દીધા કરોડપતિ, જાણો તમારી પાસે છે ?

arti Patel

મહાદેવની અપાર કૃપાથી આ રાશિના લોકોને મોટી સિદ્ધિઓ મળશે, જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

arti Patel