Patel Times

ધનતેરસ પહેલા આજે સોનામાં વધારો. 10 ગ્રામ સોનુ રૂ. 47,270 રૂપિયા થયું

જો તમે સોનું કે સોનાના દાગીના ખરીદવા માંગો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. આ તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ધારણા પ્રમાણે જ વધારો જોવા મળી રહ્યો છે. આ કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે (26 ઓક્ટોબર) સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો ચાલુ છે.

છેલ્લા બે સપ્તાહથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તહેવારોની સિઝનના કારણે આવું થઈ રહ્યું છે. દિવાળી (દિવાળી 2021) અને ધનતેરસ (ધનતેરસ 2021) નજીક છે, અને આ પ્રસંગે મોટાભાગની સોના અને ચાંદીની ખરીદી કરવામાં આવે છે.

ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, સોનું 204 રૂપિયાના વધારા સાથે 48346 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યું છે. સોમવારે સોનું 48142 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ આજે ચાંદી 140 રૂપિયા પ્રતિ કિલો વધીને 65,793 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 65653 પ્રતિ કિલોગ્રામના દરે બંધ થઈ હતી.

Related posts

મોંઘવારીનો વિકાસ થતા જનતા પરેશાન, પેટ્રોલ,ગેસ બાદ હવે શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો

arti Patel

સોનાના ભાવમાં 4000 રૂપિયાનો મોટો ઘટાડો, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

nidhi Patel

5000 રૂપિયાના ઘટાડા બાદ આજે સોના-ચાંદીના ભાવ જાણો ? જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

nidhi Patel