સગા ભાઈએ 12 વર્ષની બહેનને રાજસ્થાનમાં તેના સસરાના ભાઈને 10 હજારમાં વેચી મારી, 5 મહિના પછી પિતાએ બચાવી તો નીકળી ગ-ર્ભવતી

સુરતમાં સોમવારે માનવતા હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. ત્યારે સિંગણપોર વિસ્તરામાં 12 વર્ષની છોકરીને તેના જ ભાઈએ રાજસ્થાનના બાંસવાડામાં રહેતા તેના સસરાના 30 વર્ષીય ભાઈને 10,000 રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારે આ આરોપ પીડિત યુવતીના પિતાએ લગાવ્યો છે.ત્યારે સારવાર માટે પીડિતા તેના પિતા સાથે સોમવારે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. સિવિલના તબીબોએ યુવતી ગર્ભવતી હોવાની પુષ્ટિ કરી હતી. આ સાંભળીને પિતાના હોશ ઉડી ગયા હતા. પીડિતાને 3 થી 4 માસનો ગ-ર્ભ હોવાની આશંકા છે.

યુવતીની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી ત્યારે ડૉક્ટરોએ આની જાણ સિંગાપોર પોલીસ સ્ટેશનને કરી હતી ત્યારબાદ પોલીસ હોસ્પિટલ પહોંચી અને પીડિતા અને તેના પિતાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ત્યારે પોલીસની પૂછપરછ ચાલુ છે. પિતાએ વધુમાં જણાવ્યું કે તેમના મોટા પુત્રના સાસરિયાં રાજસ્થાનના બાંસવાડામાં રહે છે.ત્યારે તેણે ત્યાં પણ શોધવાનું વિચાર્યું.

પણ તેણે એક મિત્રને તેની પુત્રીનો ફોટો આપી રાજસ્થાન મોકલ્યો હતો. ત્યાં ખબર પડી કે દીકરી મોટા દીકરાના સસરાના ભાઈ સોનિયા ગરાસિયા સાથે રહે છે. આ પછી તે ઘણા લોકો સાથે બાંસવાડા ગયો. ત્યાં ખબર પડી કે તેના પુત્રએ તેની બહેનને 10 હજાર રૂપિયામાં વેચી દીધી છે. પુત્રએ તેને સાસરિયાંમાં સેવા કરવાનું કહીને મોકલી હતી. 10 દિવસ પહેલા તેઓ પુત્રીને લઈને સુરત આવ્યા હતા. જ્યારે દીકરીને મા-સિક તકલીફ અને દર્દની આશંકા લાગતાં સિવિલ લઈ આવ્યા હતા.

વધુમાં પીડિતાના પિતાએ જણાવ્યું કે તે ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની છે, ઘણા સમયથી પરિવાર સાથે સુરતમાં રહે છે. ત્યારે તેની માતાનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું. આથી તે બે મહિના પહેલા તેના બે નાના પુત્રો સાથે ગોરખપુર ગયો હતો. તેનો મોટો પુત્ર 22 વર્ષીય હરેશની પત્ની મંગલી ગ-ર્ભવતી હતી. તેની કાળજી લેવા માટે તેણે પુત્રીને તેની સાથે છોડી દીધી હતી.

લગભગ બે મહિના પછી જ્યારે તે સુરત પાછો આવ્યો ત્યારે તેણે પુત્રવધૂ માંગલીને પુત્રી વિશે પૂછ્યું, તેણીને કંઈ ખબર નથી. જેથી પુત્રવધૂએ જણાવ્યું હતું કે તે લોટ લેવા ગઈ હતી અને ત્યારથી પરત આવી નથી. પુત્રને પૂછતાં તેણે કહ્યું કે તે ટેમ્પો સાથે ગયો હતો, તેને ખબર નથી. પિતાએ તેમના સ-બંધીઓને મળવાનું શરૂ કર્યું. આ મામલે તે અમદાવાદ, રાજકોટ અમરેલી પણ ગયો હતો. પણ દીકરી વિશે કંઈ જ ખબર ન પડી.

પીડિતાએ જણાવ્યું કે લગભગ પાંચ મહિના પહેલા ભાઈએ મને દિલ્હી ગેટથી બસમાં બેસાડી હતી ત્યાર મારી સાથે એક યુવક પણ હતો. મને રાજસ્થાન લઈ જવામાં આવી ત્યાં અંદાજે 28 થી 30 વર્ષના એક યુવકે મારી સાથે અનેક વખત સ-બંધ બાંધ્યા હતા. તે ઘરનું કામ પણ મારી પાસેથી કરાવતો હતો. જ્યારે તેણીએ સ-બંધ રાખવાનો ઇનકાર કર્યો ત્યારે તે તેણીને મારતો હતો. દિવાળીના દિવસે પણ તેણે મને માર માર્યો હતો. મને ખબર નથી કે હું વેચાઈ હતી કે નહીં.

Read More